Desk Of President
A Few Words
Desk Of President
પ્રમુખશ્રીનું નિવેદન
બિસ્મિલ્લાહિરૅમાનીરૅહીમ
નહમદુહૂવનુસલ્લી અલા રસૂલીહીલકરીમ.
બધી જ તારીફો તે અલ્લાહ જ.શા માટે જેણે હમો નાચીઝોને બિમારો, મોહતાજોની ખીદમતો માટે કુબુલ ફરમાવ્યા. કુઑનો હદીસમાં માનવમાત્રની લિલ્લાહ ખીદમતો કરવાવાળાઓ માટે ધણી જ ખુશખબરી આવી છે. અલ્લાહ પાક આપણને એ ખુશખબરીઓના હકદાર બનાવો. આમીન.
મોહતરમો આજથી ૪૬ વષૅ પહેલા વડીલોએ માનવમાત્રની ખીદમતના ઉમદા હેતુ સહ હોસ્પિટલ રૂપે રોપેલ છોડ અલહમ્દુલિલ્લાહ ફળદાર વટવૃક્ષ રૂપે ખીદમતના ફળો આપી રહ્યુ છે. દાતાઓના સહકારથી જ હોસ્પિટલે પોતાની સેવાકીય સફરના બાર વષૅ સફળતાપૂવૅક પૂરા કરી રોજ- બરોજ જરૂરીયાતના વિભાગો અને આધુનિક સાધનોનો ઉમેરો કરી દદીઓની બેહતર સેવા કરી રહી છે.
અલ્હમ્દુલીલ્લાહ હોસ્પિટલની શરૂઆતથી આજ સુધી જ્યારે જ્યારે નવા સાધનો, મશીનોની જરૂરત પડી છે ત્યારે દાતાશ્રીઓનો સહકાર સાંપડતો રહ્યો છે. અને આશા છે કે મળતો રહેશે.
હોસ્પિટલ સંચાલનનું કાયૅ ધણુ જ જવાબદારી ભયુ હોય છે. હોસ્પિટલ પોતાના હેતુમાં નિરંતર અપડેટ થતી રહે અને સેવાના નવા સોપાનો સર કરતી રહે તે માટે ઉપપ્રમુખ , જન. સેકેટરી, જો સેકેટરી વકીગ કમીટી અને કમીટી મેમ્બરો હંમેશા કાયૅરત રહેતા આવ્યા છે. સાથે જ ખીદમતે ખલ્કમાં મુખ્ય સ્ત્રોત એવું ભંડોળ પુરૂ પાડવામાં દેશ – વિદેશના ખાસ કરી યુ.કે., બાબૉડોઝ, પનામાનાં સખી દાતાઓ તેમજ બારડોલીની સહકારી સંસ્થાઓ તરફથી અવિરત સહકાર મળતો રહયો છે. જે બદલ એ તમામના હમો અંતરના ઉંડાણથી શુક્ર ગુઝાર છીએ.
આપણી હોસ્પિટલ બિલ્ડીગને તેર વષૅ પુરા થયા છે. તેવા સમયે અમુક વિભાગોનું રીનોવેશન, પ્લમ્બીગ સીસ્ટમ, ડ્રેનેજ સીસ્ટમ, કલર કામ અને સરકારી નિયમ અનુસાર ફાયર સેફટીના કામો ચાલુ છે જેને પૂણૅ કરવા તાકીદે પચાસ લાખ રૂપિયાની જરૂરિયાત ઉભી થઈ છે. એવા સમયે હમો દેશ- વિદેશના સખી દાતાશ્રીઓની આજીઝાના ગુઝારીશ કરીએ છીએ કે મજુકર જરૂરિયાત પુરી કરવા ભૂતકાળની જેમ લિલ્લાહ દાનની જોલી છલકાવી હમારી ફીકરને પુરી કરી નિંરતર સેવામાં સહયોગી થશો એજ તમ્મના અને દુઆ.
ખીદમતે ખલ્કના આ ઉમદા કાયૅમાં સહભાગી થનાર સવૅ દાતાશ્રીઓથી એક હકીકત તરફ તવજજુહ અપાવવાને જરૂરી સમજુ છું કે આપના તરફથી આવેલ ઝકાત વષૅ પુરૂ થતા વપરાઈ જાય એની હમો ધણી જ કાળજી લઈએ છીએ. અલ્હમ્દુલીલ્લાહ ઝકાતની રકમ પુરા વષૅ દરમ્યાન નિરંતર આવ્યા કરે છે. ઝકાતની રકમ ફકત મુસ્તહિક દદીઓની સેવામાં જ વપરાય છે.
અંતમાં હોસ્પિટલમાં સેવા આપતા સવૅ ડોકટર સાહેબો, મેડીકલ, વહીવટી સ્ટાફ અને જેના વિના હોસ્પિટલની સેવા પૂણૅ નહીં થાય તેવા સફાઈ કામદારોનો હું આભાર વ્યકત કરું છું. ફકત વસ્સલામ
પ્રમુખ :
દાઉદ ઈસ્માઈલ ગજીયા નાં દુઆ સલામ